( ૧૯૯૨ ની આ વાત છે ) હું સવારે વિભાપર થી સાઇકલ લઇને કામ ઉપર જામનગર જવા નીકળો મેં રસ્તામાં જોયું કે નાનકડું ગલૂડિયું કોય વાહન ચાલાકે ઠોકર મારી હતી મેં તેને ઊંચકીને નાગનાથગેટ પાસે આવેલ સરકારી પશુ દવાખાનામાં સારવાર માટે લય ગયો . આજ રીતે એક સેવાનું કામ ચાલુ થઈ ગયું રસ્તામાં આવા કોય પણ જાતનાં અકસ્માત જોવા મળે એટલે તેને સારવાર અર્થે દવાખાનામાં લય જવું આજ રીતે મારું જીવન આ દિશા માં આગળ વધતું ગયું ( ૧૯૯૭ માં ) એક દિવસ મારા રોજીંદા જીવન મુજબ કામ ઉપર નીકળો એક ગાય ખાડા માં પડેલ હતી મેં એને રસ્તામાં જોય ને મારા કામ ઉપર નીકળી ગયો આખો દિવસ કામ કરીને સાંજે ઘરે જવા માટે નીકડિયો ને રસ્તામાં પેલો ખાડો જોયો તો ગાય તેમાજ હતી. ચાર પાંચ મિત્ર ને બોલાવી ગાય ને બાર કાઢી તેજ દિવસ થી મારું જીવન ગાય ની સેવામાં વીતવા લાગ્યું નાની મોટી સેવા ચાલુ કરી જેમકે રજા ના દિવસ માં નજીક ની ગૌ શાળા માં સેવા આપવી કોય બીમાર ગાય હોય તો ગૌ શાળા માં મોકલવી .
( એક દિવસ વિચાર આવ્યો કે આપને પણ ગૌ શાળા ચાલુ કરીએ તો !!! ) તે દિવસ એટલે કે ૨૦-૧૨-૨૦૧૧ રવિવાર ના રોજ દરેડ G.I.D.C. માં મારા કારખાના માં ગૌ શાળા ચાલુ કરી જોત જોતા મા બીમાર ગાયો ની સંખ્યા આવવા માંડી નાની જગ્યા ટુકી પડવા લાગી તે જોઈને એક ભાનું શાળી ભાઈ તેનો બિનજરૂરી પ્લોટ ગૌ શાળા ને વાપરવા આપી દીધો આજ રીતે ધીમે ધીમે કામ ચાલવા લાગ્યું બે વર્ષ વિતી ગયા બીમાર ગાયો ની સંખ્યા વધતી રહી જે જોતા આ પ્લોટ નાનો પડવા લાગ્યો ૨૦૧૩ માં ૪.૨૫ વિધા મારી જગ્યા મેં દાનમાં અર્પણ કરી આપી આજે " જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ ” નામ ની આ ગૌ શાળા માં 540 નાની મોટી બીમાર ગાયો બળદ ગૌ વંશ છે.